SVP હોસ્પિટલના ICUમાં આગ લાગતા અફરાતફરી

2022-05-02 132

અમદાવાદની SVP હોસ્પિટલમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હોસ્પિટલમાં આગના પગલે ICUમાંથી દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.