અરવિદ કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ: પાટીલ

2022-05-01 33

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પારો પણ ઉંચકાઈ રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ સક્રિય થતાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જનાધાર મજબૂત કરવા માટે કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે.


જેના પર પલટવાર કરતાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. કેજરીવાલે પાર્ટીમાં ખાલિસ્તાની સમર્થક માનસિકતા વાળા શખ્સને જવાબદારી સોંપી છે.

Videos similaires