ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વધુ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશથી લઈને પ્રાથમિક સદસ્યો સુધી સંપર્ક રાખવા માટે ડેટા સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. જેમ-જેમ નિમણૂંક થશે, તેમ-તેમ સદસ્યોના ડેટામાં ઉમેરો કરવામાં આવશે. આ સેન્ટર મારફતે કાર્યકર્તાઓ અને પેજ કમિટીના સભ્યો સંપર્કમાં રહી શકશે.