અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં સિંહે લટાર મારી. ગામમાં શિકાર માટે ડાલામથ્થા સિંહની નિકળ્યો હતો. મોડી રાત્રે શિકારની શોધમાં જંગલનો રાજા ગામડાઓમાં આંટાફેરા મારતો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. ગામડાની મધ્યમાંથી લટાર મારતો સિંહનો અદભુત વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, એસીયન્ટિક સિંહનો અમરેલી જિલ્લામાં દબદબો રહેલો છે ત્યારે કેમેરામાં કેદ થયેલો સિંહનો વીડિયો ધારી ગીર પૂર્વના ગામડાનો હોવાનું અનુમાન લગાવવામાં રહ્યું છે.