બનાસકાંઠામાં પાણી પૂરવઠા વિભાગની લાલ આંખ જોવા મળી છે. થરાદમાં સરકારી પાઇપ લાઈનમાંથી પાણી ચોરતા 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ. થરાદના ખેતરોમાંથી પસાર થતી પાઇપ લાઈનોમાં ભંગાણ કરી ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણીની ચોરી કરાતી હતી
જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસરક કનેક્શન ધારકો સામે ફરિયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ વહીવટી તંત્રએ કડક વલણ અપનાવતા પોલીસ કાફલા સહિત 9 ટીમો તૈયાર કરીને જિલ્લાના સરહદી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.