અમેરીકાએ રશિયન કંપની અલરોસાના હીરા પર પ્રતિબંધ મુક્યો

2022-04-23 4

અમેરીકાએ રશિયા પર લગાવેલા પ્રતિબંધોની અસર સુરતમાં વર્તાઈ છે. રશીયા પરના પ્રતિબંધને કારણે સુરતમાં રફ હીરાની અછત સર્જાઇ છે. અમેરીકાએ રશિયન કંપની અલરોસાના હીરા પર પ્રતિબંધ મુક્યો છે. અછતને લઈ હીરા કારખાનાઓમાં બે કલાકનો ઉત્પાદન કાપ મુકાયો છે. સ્થિતિ નહી સુધરે તો વેકેશન જાહેર કરવાની પણ નોબત આવી શકે છે.