દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર પીવાના પાણીની ભારે અછત

2022-04-19 5

દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર પીવાના પાણીની અછત સર્જાઈ છે. સરકારની નલ સે જલ પ્રજાલક્ષી યોજનાના નામે અહીં મિંડું જોવા મળે છે. કોંગ્રેસ સાશિત સલાયા નગર પાલિકા તંત્ર પ્રજાને પાણી આપવામાં ઢીલીનીતિ અપનાવી રહી છે. પરિણામે મહિલાઓએ પાણી ભરવા માટે ભર ઉનાળે દૂર દૂર ભટકવું પડે છે.