ભુજમાં લેઉવા પટેલ સમાજ દ્વારા અત્યાધુનિક સુવિધાથી સજ્જ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે... 12 એકર જમીનમાં ફેલાયેલી આ હોસ્પિટલ 125 કરોડના ખર્ચે તૈયાર થઈ છે.. આ હોસ્પિટલની સુવિધાની જો વાત કરીએ તો હોસ્પિટલ અત્યાધુનિક મશીનોથી સજ્જ છે, અને 200 બેડની ક્ષમતા ધરાવે છે..