વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પાણીનો કકળાટ

2022-04-13 1

વડોદરામાં સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહિશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.. વારંવાર રહિશો દ્વારા રજૂઆત કરવા છતા પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ તંત્ર દ્વારા લવાઈ રહ્યુ નથી.. એકતરફ ધોમધખતો તાપ અગનગોળા વરસાવે છે અને ગરમીએ માઝા મુકી છે ત્યારે પાણી ન મળતા સોસાયટીના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વારંવાર રજૂઆત કરવા છતા ધ્યાન દેવાતા રોષે ભરાયેલી સોસાયટીની મહિલાઓએ કોર્પોરેશન સામે મોરચો માંડ્યો અને કાઉન્સિલરો અને અધિકારીઓને આડે હાથ લીધા હતા... અને સત્વરે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે..

Videos similaires