હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા. વારંવાર હુમલા થવાના કારણે સ્થળાંતર કરી રહ્યાં છે. નાના બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય છે જેથી સાત થી આઠ જેટલા પરિવાર ઘર છોડી પલાયન કર્યા છે.