સાબરકાંઠાઃ હિંમતનગરમાં વધુ એકવાર પથ્થરમારો થયો.બે ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી છે. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા 6 રાઉન્ડ ટીયરગેસના સેલ છોડયા છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો. પોલીસે વણઝારા વાસમાં કોંમબીંગ હાથ ધર્યુ. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.. બે SP, RAF, SRP સહિતની કાફલો ઘટનાસ્થળે છે. પરિસ્થિતિ કાબુમાં લેવાની તજવીજ હાથ ધરાઈ.