સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે રવિવારે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની સાથે સાથે દુકાનો તેમજ વાહનોને આગ ચાંપવાના બનાવો બન્યા હતા. જેના પગલે સોમવારે બજારો રાબેતા મુજબ શરૂ થઈ ગયા હતા, પરંતુ અજંપાભરી પરિસ્થિતિના કારણે લોકોની અવરજવર ખુબજ પાંખી રહી હતી.