રાજકોટના 90 વર્ષના દાદી તલવાર સમણે ત્યારે વિરાંગના લાગે છે. જેમાં અટીકા વિસ્તારમાં અસામાજિક તત્વો દાદીથી થરથર કાપે છે. તેમજ મૂળ મોરબીના ખીરસરા ગામના 90 વર્ષના
દાદી ગજબની તલવાર અને લાકડી ફેરવે છે. મખીબેન જુગાભાઈ ખન્ડેકા ગામમાં પશુચરાવવા માટે જતા ત્યારે લાકડી ફેરવતા હતા. બાદમાં લાકડીની જેમ તલવાર સમણવાનું પણ શીખી
ગયા હતા. જેમાં આજની યુવતીઓએ દાદી પાસેથી પ્રેરણા લેવા જેવી છે. તેમજ મખીબેનએ થોડા દિવસ પહેલા પાનની દુકાનેથી અસામાજીક તત્વોને ભગાડ્યા હતા.