સુરતમાં મોર્નિંગ વૉક પર નીકળેલી મહિલાને એક વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના બનાવમાં મહિલાનું મોત નીપજ્યું હતું આ મામલે મૃતકના પરિવારના સભ્યો દ્વારા સંદેશ ન્યૂઝ પાસે મદદ માંગવામાં આવી હતી. જેની તપાસના અંતે અકસ્માતની ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.