રાજકોટમાં BRTS રૂટ પર કેટલાક યુવકોએ જીવના જોખમે વીડિયો બનાવતા સામે આવ્યા છે.. ગોવર્ધન ચોકથી આંબેડકર નગર ચોક વચ્ચેના BRTS રૂટ પર કારના બોનેટ પર બેસીને યુવક વીડિયો બનાવી રહ્યો છે જેમા કારની આગળ એક બાઈક પર બેસેલો યુવક બોનેટ પર બેસેલા યુવકનો વીડિયો બનાવી રહ્યો છે... રાજકોટમાં અવારનવાર BRTS રૂટ પર ખાનગી વાહનો ઘુસી જવાની ઘટના સામે આવતી રહે છે ત્યારે વીડિયો બનાવવાની ઘેલછામાં અને સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવાની લ્હાયમાં યુવકો છડેચોક નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા છે..