સુરેન્દ્રનગર વઢવાણની GIDC જિલ્લાની સૌથી મોટી GIDC છે. જેમાં અંદાજે 700થી વધુ નાના-મોટા ઉદ્યોગ છે. પાલિકા તંત્રની હદમાં હોવા છતાં આ વિસ્તારમાં રસ્તા, ભૂગર્ભ ગટર, સફાઇ, પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓ માટે ઉદ્યોગકારો GIDC પર નિર્ભર બન્યા છે. પરિણામે GIDC આ તમામ સુવિધાઓ બદલ ચાર્જ વસુલી રહી છે. તંત્ર વેરો તો વસૂલે છે છતાં સુવિધા પૂરી નથી પાડતી. ત્યારે ઉદ્યોગકારોએ પ્રાથમિક સુવિધા માટે આર્થિક રીતે બેવડો માર ભોગવવાનો વારો આવ્યો છે.