ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતો રોષે ભરાયા

2022-04-06 1

ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ભુજમાં ભારતીય કિસાન સંધ દ્વારા ખાતરના ભાવ મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યુ..કચ્છ જિલ્લાની ભૌગોળીક સ્થિતિ પ્રમાણે ખાતરની ખપ વધુ હોય છે. ત્યારે ખાતરમાં ઝીકાયેલા ભાવ વધારાને પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત ડીઝલના ભાવ વધારાની અસર પણ ખેતી પર પડી રહી છે. ત્યારે આ મોંઘવારીનો માર વેઠી રહેલા ખેડૂતો હાલ આકરા પાણીએ જોવા મળ્યા છે.