ખેડૂતો માટે સારા સમાચાર

2022-04-04 6

અનિયમિત વીજળીના કકળાટ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોને 8 કલાક વીજળી પૂરી પાડવાના રાજ્ય સરકારના નિર્ણયથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવી છે. ખેડૂતોના કુલ 522 વીજ ફીડરોમાં 8 કલાક માટે વીજ પૂરવઠો આપવામાં આવ્યો છે. હવે પૂરતી વીજળી મળતા શેરડી, શાકભાજી તેમજ ઉનાળુ પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે