મધ્યાહન યોજનાનો પ્રારંભ કરાવવા ગયેલા વાઘાણીની રાજકીય પાઠશાળા

2022-03-29 1

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરના બોરીજની શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવવા ગયા હતા. જો કે ત્યાં પણ તેમણે નાના ભૂલકાઓને રાજકીય પાઠ ભણાવ્યા હતા. વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસે શરૂ કરેલી તમામ યોજનાઓ બોગસ હતી. પહેલાની સરકારમાં લોકો અભણ રહેતા હતા. હાલ રાજ્યમાં 34 હજાર સ્કૂલો ચાલે છે.