ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા પ્રાદેશિક માળખાની જાહેરાત કરવામાં આવી છે. જો કે નવા માળખા બાદ કોંગ્રેસના પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા માળકામાં પાટીદારોને સ્થાન ના મળતાં પાટીદારો નારાજ થયા છે. આ માટે કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની રાજકોટમાં બેઠક બોલાવવામાં આવી છે.