ગુજરાતના તમામ જિલ્લામાં તલાટીઓએ ભજન મંડળીની યાદી એકત્રિત કરવાની સૂચના આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરઝા દ્વારા સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરવામાં આવી હતી. બ્રિજેશ મેરઝાએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કામગીરી યોજવા માટે આ સૂચના આપવામાં આવી છે. જો કે આ સ્વૈચ્છિક કામગીરી કરવાની હોઈ કોઈના માટે ફરજિયાત કામગીરી કરવાની સૂચના આપવામાં આવી નથી.