‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ મુદ્દે ગુજરાતમાં આપ-ભાજપ સામસામે

2022-03-26 2

બૉલિવૂડ ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ”ને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં આ ફિલ્મને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેના પર પલટવાર કરતાં ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપની કેજરીવાલ એન્ડ કંપનીને નાટક કંપની ગણાવી હતી.

હવે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે, ગામડાઓમાં સિનેમા હોલ નથી, માટે આ ફિલ્મને યુટ્યૂબ પર મૂકવી જોઈએ. આ સાથે જ ઈટાલિયાએ જણાવ્યું કે, શિક્ષણની વાત આવે, ત્યારે વાઘાણી દૂર ભાગે છે. જ્યારે હિન્દુ-મુસ્લિમની વાતો આવે, ત્યારે તેઓ ઉછળી-ઉછળીને વાતો કરે છે.

Videos similaires