કોરોના સમયમાં સ્કૂલવાનને ધનવંતરી વાન તરીકે ભાડે લઈ કોન્ટ્રાક્ટરો દ્વારા નાણાં ન આપાતા વાહન ચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે... રાજકોટ ધનવંતરી અને સંજીવની રથ ચાલકોને તેમની મહેનતના નાણાં ન મળતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે... 50 હજારથી લઇ 1 લાખ રૂપિયા સુધી નાણાં નથી અપાયા... કોન્ટ્રાક્ટર પાસે રૂપિયાની માંગ કરતા ધમકી અપાતી હોવાનો વાહનચાલકોએ આક્ષેપ કર્યો છે.