સુરતમાં ખેલ મહાકુંભ ઓપન એજ કેટેગરીમાં હોકીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ મેચમાં મહારાષ્ટ્રના ખેલાડીઓએ ભાગ લીધો હોવાની જાણ થતા હોબાળો મચ્યો હતો. આ મેચમાં પાર્ટન A ટીમ વિજેતા બની હતી તો રાઈઝિંગ વોરિયર ટીમની હાર થઈ હતી. ત્યારે રાઈઝિંગ વોરિયર ટીમને જીત મેળવનાર ટીમ પર શંકા જતા ગુજરાતના આઈડી પ્રૂફ માગ્યા હતા. આ આઈડી પ્રૂફ આપવામાં તે નિષ્ફળ જતા સામે આવ્યુ હતુ કે ટીમમાં મહારાષ્ટ્રના 4 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે વિરોધ પ્રદર્શન સાથે હવે આ સમગ્ર મામલો જિલ્લા રમતગમત કચેરીઓ પહોંચ્યો છે.