મોરબીના 200થી વધુ સિરામિક ઉદ્યોગકારો રોષે ભરાયા

2022-03-24 1

મોરબીના 200થી વધુ સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ દ્વારા કરાયેલા ભાવ વધારા સામે બાંયો ચડાવી છે.. સિરામિક ઉદ્યોગ એસોસિએશનની આગેવાનીમાં ગુજરાત ગેસની ઓફિસે જઈ ભારે આક્રોશ સાથે આવેદન પત્ર આપ્યુ હતુ.. ગુજરાત ગેસ દ્વારા એક મહિના પહેલા માત્ર 80 ટકા ગેસ MOU ભાવ અને ત્યારબાદનો ગેસ સ્પોટ કિંમત મુજબ આપવાની જાહેરાત કરાઈ હતી.. જેની સામે સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસને આવેદનપત્ર આપી પૂરતા ભાવથી પુરો ગેસ આપવાની માગ કરી છે... હાલ 80 ટકા વાળા નિયમને લીધો મોટાભાગના કારખાના મહિનાના અંતિમ સપ્તાહમાં જ બંધ કરવા પડે તેવી સ્થિતિ હોવાનો બળાપો ઠાલવ્યો છે.. મોરબીમાં 900થી વધુ સિરામીકના કારખાના આવેલા છે અને આ કારખાનામાં દૈનિક 75 લાખ ક્યુબિક મીટર ગેસ ફ્યુલ તરીકે વપરાય છે આ ગેસ ગુજરાત ગેસ કંપની દ્વારા પુરો પાડવામાં આવે છે. છેલ્લા વર્ષોથી આ કંપની દ્વારા ઉદ્યોગ પર પોતાના મનસ્વી નિર્ણય થોપી દેવાતા એક મહિના બાદ ઉદ્યોગકારોની હિંમત તૂટી ગઈ છે અને ઉદ્યોગકારોનો આક્રોષ સામે આવ્યો છે..