Russia Ukraine યુદ્ધનો આજે 29મો દિવસ

2022-03-24 5

રશિયા-યૂક્રેન યુદ્ધનો આજે 29મો દિવસ છે. અત્યાર સુધીમાં યૂક્રેનના અનેક શહેરો પર રશિયા હુમલા કરી ચુક્યું છે. યૂક્રેનનું પોર્ટ સિટી મારિયુપોલ બોમ્બ વિસ્ફોટથી તબાહ થઈ ચુક્યું છે. રશિયાએ ચેર્નોબિલમાં ન્યુક્લિયર લેબ નષ્ટ કરી નાખી છે. ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીક જંગલમાં આગ લાગી છે. કીવમાં ગોળીબારમાં એક રશિયન પત્રકારનું મોત થયું છે. યૂક્રેને દાવો કર્યો છે કે તેને રશિયાના વધુ 7 વિમાન, 2 ક્રૂઝ મિસાઈલ તોડી પડ્યા છે. રશિયા સામે વૈશ્વિક વિરોધની જેલેન્સ્કીએ વિનંતી કરી છે.