મોંઘવારીમાં પિસાતા ગ્રાહકો પર વધુ એક બોજ
2022-03-24
6
મોંઘવારીમાં પિસાતા ગ્રાહકો પર વધુ એક બોજ લદાયો છે, ગુજરાત ગેસે CNG, PNGના ભાવ વધાર્યા છે. CNGમાં રૂ.3 અને PNGમાં રૂ.4નો વધારો કર્યો છે. આ વધારા પછી CNGનો ભાવ રૂ.67.53થી વધીને રૂ.70.53 થઈ ગયો છે અને PNGનો ભાવ રૂ.35.05થી વધીને રૂ.39.05 થઈ ગયો છે.