આગામી ૩૦ માર્ચથી આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે ત્યારે ગત વર્ષો આરટીઈ હેઠળ ૭૩ હજાર વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવ્યુ હતુ જે આ વર્ષે સીટ ૩ હજાર ઘટાડિને ૭૦ હજાર કરી દેવાઈ ત્યારે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શહેર ડિઈઓ કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો અને આવેદન પત્ર આપવામા આવ્યુ કે આ વર્ષો આરટીઈની સીટ વધારવામાં આવે અને સાથે સાથે જે વાલીઓ ખોટા આવકના દાખલા નિકાળી ને રૂપિયા વાળા હોવા છતા આરટીઈ હેઠળ એડમીશન મેળવી લે છે તો તેવા કેસમા તપાસ પહેલેથી કરવામા આવે અને અધિકારી સામે યોગ્ય પગલા લેવામા આવે જેથી ગરીબ વિદ્યાર્થીઓને તેનો હક્ક મળે.