ક્રૂડમાં આગ ઝરતી તેજીની અસર, 137 દિવસ બાદ ઈંધણના ભાવ વધ્યા

2022-03-22 10

ક્રૂડમાં આગ ઝરતી તેજીની અસર જોવા મળી રહી છે. આ વખતે 137 દિવસના વિરામ બાદ આજે સરકારી ઑઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો ઝીંક્યો છે. આજથી પેટ્રોલની કિંમતોમાં 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 84 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.