ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2022-23થી સમગ્ર રાજ્યમાં ધોરણ 6 થી 16 સુધી સ્કૂલના અભ્યાસક્રમમાં ભગવદ્દ ગીતાને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ પગલાનું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોજિયાએ ગુજરાતના મંત્રીઓ પર કટાક્ષ કર્યો છે.
મનીષ સિસોદિયાનું કહેવું છે કે, આ મહાન પગલું છે, પરંતુ જે લોકો તેનું એલાન કરી રહ્યાં છે, તેમણે સૌ પ્રથમ ગીતાના મૂલ્યોનું પાલન કરવું જોઈએ. તેમના કર્મ રાવણ જેવા છે અને તેઓ વાત ગીતાની કરી રહ્યાં છે.