જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત રાશિ 2078 ફાગણ વદ એકમ. શનિવાર, આમ્ર કુસુમ પ્રાશન. મુ. શબ્બે બારાત. વ્રજમાં ચૈત્ર શરૂ.
મેષ રાશિ
ધીરજની કસોટી થતી જણાશે, પરંતુ હિંમત હાર્યા વિના પ્રયત્નો ચાલુ રાખવાથી ફળ સારું મળે, તબિયત સાચવજો.
વૃષભ રાશિ
ગૃહજીવનની કે વ્યવસાયિક સમસ્યાઓ હશે તો તેને હલ કરી શકશો, ખર્ચ ખરીદી વધી ન જાય તે જોજો.
મિથુન રાશિ
મનની મુરાદ મનમાં રહેતી લાગે, પ્રયત્નો વધારવાની જરૂર, મિત્ર કે મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી થાય.
કર્ક રાશિ
આશા-નિરાશાઓ વચ્ચે મન ઝોલા ખાતું જણાય, મિત્રની મદદ, પ્રવાસ સરસ રહે.
સિંહ રાશિ
હિંમત અને ધીરજ રાખીને આગળ વધવાથી સમય જરૂર સાથ આપશે. કલ્પનાના ઘોડા પર લગામ જરૂરી.
કન્યા રાશિ
તમારી માનસિક સ્વસ્થતાને ટકાવી શકશો, અગત્યની તક મળે, વિશ્વાસે ચાલવું નહીં. સજાગતા જરૂરી.
તુલા રાશિ
સ્વાસ્થ્યની તકેદારી લેજો, ખાન-પાન પર અંકૂશ જરૂરી, સામાજિક પ્રવૃત્તિઓથી આનંદ, અગત્યના કામની તક સર્જાય.
વૃશ્ચિક રાશિ
આપની ચિંતાઓના વાદળ વિખેરાતા જણાય, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, ગૃહજીવનમાં સંવાદિતા જણાય.
ધન રાશિ
નિરાશાઓના અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ શકશો, આપના પ્રયત્નો ફળતા જણાય, તબિયતને સાચવી શકશો.
મકર રાશિ
મૂંઝવણ કે મુશ્કેલીઓની પરવા કર્યા વિના પ્રયત્નો જારી રાખજો લક્ષ સિદ્ધ થતું જણાશે, સામાજિક કાર્યથી આનંદ.
કુંભ રાશિ
આપની શંકા-કુશંકાઓમાં અટવાયા વિના સકારાત્મક પ્રવૃત્તિ કરવાથી ઈષ્ટ ફળ પ્રાપ્ત થઈ શકશે, આનંદની પળો ન ગુમાવવી પડે તે જોજો.
મીન રાશિ
તમારી અગત્યની પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યો માટે સાનુકૂળતા રહેતી જણાય, ખુશનુમા સંજોગ જણાય.