ઉનાળામા ગરમીનો પારો ઉચકાતા લીંબુના ભાવ ઉચકાયા છે....જેથી લીબુના ભાવે સેન્ચ્યુરી મારી છે...દસ દિવસ પહેલા હોલસેલ બજારમા ૬0થી ૭૦ રુપિયે મળતા લીંબુ ૯૦.થી ૧૦૦ રુપિયે વેચાઇ રહ્યા છે,,,તો રીટેઇલમાં તેનો ભાવ રૂપિયા ૧૪0 થી૧૫0નો થયો છે...ભાવ વધારાનું કારણ વધતી ગરમી વધેલી માંગને માનવામા આવે છે...ગુજરાતમાં કડી કલોલ,ગાંઘીનગર,મહેસાણા આણંદ વગેરે જગ્યાએ લીંબુ પાકે છે ...પરંતું રાજ્યમાં હાલ લીંબુનો પાક નહિવત છે જેના કારણે અન્ય રાજ્ય જેવા કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી લીંબુ આવી રહ્યાં છે...અને તેથી જ લીંબુના ભાવ પણ વધ્યા છે,, ત્યારે ગરમી વધતા આગામી દિવસોમા ભાવ વધુ ઉંચકાય એવી શક્યતા સેવાઇ રહી છે...