Navgujarat Samay News Fatafat on 15th December 2020, Afternoon Update

2020-12-15 0

PM નરેન્દ્ર મોદી આજે 6 કલાક માટે કચ્છના ધોરડોમાં ટેન્ટ સિટીની મુલાકાતે પહોંચશેઃ વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યૂઅબલ એનર્જી પાર્ક સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

- રાજકોટમાં કોરોનાનો ફૂંફાડો યથાવત, 24 કલાકમાં વધુ 6નાં મોત, ગઈકાલે 4નાં મોત થયાં હતાં

વિપક્ષી માગણી છતાં કોરોનાને અનુલક્ષીને ચાલુ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભાના વિપક્ષના નેતા અધિર રંજનને જવાબ આપ્યો

કોરોનાકાળમાં ફરીથી ભાવવધારો ઝીંકાયોઃ સબસિડીવાળા રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો થતાં LPG સિલિન્ડરનો ભાવ રૂ. 700ને પારઃ 15 દિવસમાં રૂ. 100નો વધારો ઝીંકાયો

ઇન્ટર્ન ડોકટર્સની માગણીઓને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને યોગ્ય ગણાવીને તેનો સંતોષકારક ઉકેલ લાવવા સરકારને DY CM નીતિન પટેલ અને અગ્ર સચિવ જયંતી રવિને પત્ર લખીને રજૂઆત કરી

કડી પાસેના વડુ ગામના અશોક અંબાલાલ પટેલ નામના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારુઓએ હુમલો કર્યો