- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ભરશિયાળે રાજ્યભરમાં માવઠાંનો વિનાશક માહોલઃ મધરાત બાદ ઠેર ઠેર કમોસમી વરસાદઃ અનેક ઠેકાણે અડધો ઇંચ જેટલો વરસાદઃ વાતાવરણ ઠંડું બનતાં કોરોના માટે લોકોમાં દહેશત વધી
- કમોસમી વરસાદથી રવી પાક માટે ખતરોઃ કપાસ, ઘઉં, બાજરી, મકાઇ, શાકભાજી, ફળો સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિઃ ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ
- રાજ્યભરનાં માર્કેટ યાર્ડ્સમાં ખુલ્લામાં પડેલો મગફળી, ગુવાર સહિતનો જથ્થો કમોસમી વરસાદમાં પલળી ગયો
- આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરીની મંજૂરી આપવાના સરકારના નિર્ણયના વિરોધમાં દેશભરમાં આજે ખાનગી ડોક્ટરોની સજ્જડ હડતાળઃ કોવિડ અને ઇમરજન્સી સિવાય તમામ OPD પણ બંધ
- રાજકોટમાં કોરોનાનો ફરીથી સપાટોઃ છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓનાં મોત