Navgujarat Samay News Fatafat on 3rd December 2020, Afternoon Update

2020-12-03 0

માસ્ક નહીં પહેરનારાને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાત હાઈ કોર્ટના આદેશને રાજ્યસરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

અમેરિકામાં કોરોનાનો ફરીથી હાહાકાર : લોસ એન્જલસમાં સંપૂર્ણ લોકડાઉન, ઇમરજન્સી સિવાય ઘરની બહાર નહીં નીકળવા લોકોને સરકારની તાકીદ

MDH મસાલાના માલિક અને તેની TV એડનો જાણીતો ચહેરો બનેલા 'મહાશય' ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન

રાજકોટમાં કોરોનાનો મૃત્યુઆંક થોડોક ઘટ્યો : 24 કલાકમાં વધુ 6 દર્દીનાં મોત : ગઈકાલે 10 નાં મોત થયાં હતાં

વિશ્વમાં હવે કોરોનાની વેક્સીન ઉપલબ્ધ થવા લાગતા તેનાથી સંભવિત છેતરપિંડી થવા સામે સતર્ક રહેવા ઈન્ટરપોલે તેના 194 સભ્ય દેશોને જણાવ્યું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ, કોલેજો, કોચિંગ, ટ્રેનિંગ સેન્ટરો 50 %ની ક્ષમતા સાથે શરૂ કરવા મંજૂરી

PM નરેન્દ્ર મોદી 14-15 ડિસેમ્બરેના કચ્છ આવે તેવી શક્યતા : માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ અને ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે : ધોરડો ખાતે રાત્રિરોકાણ કરે તેવી પણ સંભાવના