Navgujarat Samay News Fatafat on 1ST December 2020, Afternoon Update

2020-12-01 1

- સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જના રૂ. 5.24 કરોડનું કૌભાંડઃ કલેકશન એજન્ટની સામે HDFC બેન્કે પોલીસ ફરિયાદ કરી

- રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી વધુ 10 દર્દીઓના મોતઃ RMCના સઘન ચેકિંગમાં આઠ સુપર સ્પ્રેડર, બે મોલના ચાર કર્મીઓ પોઝિટિવ મળ્યા

- અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં શહેરના પોશ વિસ્તારોમાં ટેસ્ટિંગની લાઇનો લાગી, 10 દિવસથી રોજ 300થી વધુ કેસ, દિવાળી પછી 122નાં મોત

- બહુચરાજી APMCની રસાકસીભરી ચૂંટણીની મતગણતરી ચાલુઃ ભાજપના બે જૂથોની આમને-સામને જંગમાં કોણ ફાવશે તેના પર નજર

- ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ 150 વોર્ડ માટે મતદાનો પ્રારંભ: 4 ડિસેમ્બરે મતગણતરી: કોરોનાને કારણે આ વખતે બેલેટ પેપરથી મતદાન કરાઈ રહ્યું છે

- ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં લવ-જેહાદ સામે કાયદો બનાવવા ડભોઈના ભાજપના MLA શૈલેષ મહેતાએ માગણી કરી