વીડિયો ડેસ્કઃદેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 421 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 8લોકોના મોત થયા છે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 1 સંક્રમિતનું મોત થયું છે 14 કેસ મુંબઈ અને 1 પુનામાં મળ્યો છે હવે અહીં કુલ 89 કેસ થયા છે 22 રાજ્યોના 75 જિલ્લામાં 31 માર્ચ સુધી લોકડાઉ છે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, રવિવારે સૌથી વધુ 81 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે અગાઉ શનિવારે 79 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા