અમદાવાદઃકોરોના વાઈરસ સામેની લડતના ભાગરૂપે વડાપ્રધાને આજે આખો દિવસ જનતા કર્ફ્યુની જાહેરાતની સાથે-સાથે હેલ્થ કર્મીઓ, મીડિયા કર્મીઓ તથા પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રરક્ષકો માટે સાંજે 5 વાગ્યે પોતાના ઘરની બાલ્કની-આંગણામાં થાળી વગાડી તથા તાળી પાડવાની હાકલ કરી હતી આ માટે લોકો સાંજે 5 વાગતા પહેલાં જ પોતપોતાના ઘરની બાલ્કની અને આંગણામાં સજ્જ થઈ ગયા હતા પરંતુ કેટલાક લોકોએ આ હાકલને આનંદ-ઉત્સવનું સ્વરૂપ આપી દીધું અને બજવાબદાર રીતે રેલી-સરઘસો કાઢીને તેમજ વિશાળ સંખ્યામાં એકત્ર થઈને ઢોલ-નગારા વગાડ્યા હતા આમ, આખો દિવસ ઘરમાં એકાંતમાં રહેવા પાછળના પરિશ્રમ પર પાણી ફેરવી દીધું હતું અને સમૂહમાં નિકળી પડ્યા હતા