રાજકોટ:કોરોના વાઇરસને લઇને આજે જનતા કર્ફ્યુને લોકોનું સમર્થન મળ્યું છે શહેરના જોડતા જામનગર, મોરબી, ભાવનગર, ગોંડલ સહિતના હાઇવે અને નેશનલ હાઇવે સુમસામ જોવા મળી રહ્યા છે તેમજ શહેરના ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ સહિતના રસ્તાઓ સવારથી સાંજ સુધીસુમસામ જોવા મળ્યા હતાલોકોએ સ્વયંભૂ સમર્થન આપ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો બપોર બાદ 5ના ટકોરે વડાપ્રધાને કરેલી અપીલ પ્રમાણે લોકોએ ઘરની બાલ્કની અને ડેલી બહાર નીકળા તાળી અને થાળી વગાડી મીડિયા, પોલીસ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો તેમજ ઘંટડી, બ્યુગલના નાદ સાથે રાજકોટનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પરંતુ આ કાર્યક્રમ પત્યા બાદ લોકોને લાગ્યું કે હવે કર્ફ્યુ પતી ગયું શહેરનું જન જીવન ધીમેધીમે ધબકતું થયું છે રસ્તાઓ પર લોકોની અવરજવર શરૂ થઇ ગઇ છે તેમજ અમુક વિસ્તોરોમાં દુકાનના શટર પણ ખુલી ગયા છે