અમદવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવાવા માટે કેટલાક સૂચન કર્યા છે સાથે જ 22 માર્ચ એટલે કે રવિવારે જનતા કર્ફ્યુ રાખવા પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો જેથી સોશિયલ ગેધરિંગ(સામાજીક મેળાવડા) ન થાય અને વાઈરસગ્રસ્ત લોકોના સંપર્કમાં કોઇ આવે નહીં જેથી આ જીવલેણ વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવી શકાય વડાપ્રધાન તરફથી જનતા કર્ફ્યુનું કહેવામાં આવતા રવિવારે ગુજરાતના દરેક ખૂણે નાગરિકોએ સ્વયંભૂ જનતા કર્ફ્યુ પાળ્યો છે મોટી મોટી બજારો અને વ્યપારી સંધો દ્વારા પણ આ કર્ફ્યુને સમર્થન આપવામાં આવ્યું છે મોટાભાગના નાગરિકો આ ફેલાતા વાઈરસની ગંભીરતાને સમજીને કર્ફ્યુને પ્રચંડ સમર્થન આપી રહ્યાં છે પરંતુ તેમાં કેટલાક એવા નાગરિકો પણ છે જે આ વાઇરસની ગંભીરતા સમજી રહ્યા નથી અને કર્ફ્યુ દરમિયાન બહાર ફરવા માટે નીકળી રહ્યાં છે રાજકોટ અને અમદાવાદમાં પણ આવા ઘણા લોકો જોવા મળ્યા છે, જેમને સમજાવીને પોલીસ ઘરે પરત મોકલી રહી છે