રાજકોટ જેલના કેદીઓ 30 હજાર કોટનના માસ્ક બનાવે છે

2020-03-22 467

રાજકોટ મધ્યસ્થ જેલના 27થી વધુ કેદીઓ દેશવાસીઓને મદદરૂપ થવા કોટનના 30 હજાર માસ્ક બનાવી રહ્યા છે રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને તાલીમબદ્ધ કરી ઉદ્યમી બનાવી રોજગારી પૂરી પાડવામાં આવે છે મધ્યસ્થ જેલમાંના ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતિને ધ્યાને લઇને માસ્ક ઉત્પાદન શરૂ કરાયું છે જેલના દરજી વિભાગમાં પાકા કામના 17 જેટલા પુરૂષ અને દસથી વધુ મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા આ માસ્ક 100 ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે એટલું જ નહીં રૂા 8ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાનના ધોરણે કરવામાં આવે છે આમ કોરોના વાઇરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહ્યા છે