રાજકોટમાં જનતા કર્ફ્યુ દરમિયાન લટાર મારવા લોકો નિકળ્યા

2020-03-22 18,211

જનતા કર્ફ્યુને લઇને રાજકોટે સજ્જડ બંધ પાળ્યો છે પોલીસ કહે છે કે 9999 ટકા સમર્થન મળ્યું છે લોકો બહાર નીકળવાને બદલે ઘરમાં જ પૂરાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ રસપ્રદ કિસ્સાઓ બહાર આવ્યા છે જે રમૂજ ફેલાવી રહ્યા છે બહાર કર્ફ્યુ હોય કોઇ‘ઘરે કંટાળો આવે છે, દવાખાને જવું છે, સગાને ત્યાં ભેગા થવાનું છે, દુકાન સાફ કરવાની છે’ જેવા અલગ-અલગ બહાના બતાવી કર્ફ્યુ જોવા નીકળ્યા છે એક યુવાનને ઘરે કંટાળો આવતો હોય રીક્ષા કરીને કર્ફ્યુ જોવા નીકળ્યો હતો પરંતુ પોલીસે તેને અચકાવતા કહ્યું કે મને ઘરે કંટાળો આવે છે અટલે કર્ફ્યુ જોવા નીકળ્યો છું પોલીસે કડક કાયદો સમજાવી ફરી પોતાના ઘરે રવાના કર્યો હતો પોલીસ એક એકને પકડીને ઘરે મોકલી રહી છે