આજે દુનિયાભરમાં કોરોનાવાઇરસને કારણે દહેશત જોવા મળી રહી છે ચીન, ઈટાલી અને ઈરાન સહિતના દેશોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ધીમેધીમે ભારતમાં પણ કોરોનાવાઇરસના કેસ વધી રહ્યા છે આવા સમયે અમદાવાદના કૌશલ અને કિશન નામના બે યુવકોએ કોરોનાવાઈરસને લઈને એક અવેરનેસ સોંગ બનાવ્યું છે આ સોંગ અંગ્રેજીમાં બનાવ્યું છે, જેમાં કોરોનાવાઇરસ સામે શું સતર્કતા રાખવી જોઈએ તે બતાવવામાં આવ્યું છે આ સોંગના અંતે વડા પ્રધાન મોદીના સંદેશનો અંશ પણ મૂકવામાં આવ્યો છે