ઈન્ટરનેશનલ ડેસ્ક:લંડનની હેલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષની તારા જેન કોરોના વાઈરસ સામે યુદ્ધ લડી રહી છે તેમનું કહેવું છે કે, એવું લાગે છે કે- ફેફસાં અને છાતીમાં કાચના ટૂકડાં ખૂંચી રહ્યા છે શ્વાસ લેવો યુદ્ધ લડવા જેવુ લાગે છે આ ખૂબ ડરાવી દે તેવો અનુભવ છે હું ફરી વખત આ સ્થિતિનો સામનો કરી શકુ એમ નથી હોસ્પિટલના આઈસીયુમાંથી તારાએ એક વીડિયો બનાવીને શેર કર્યો છે જેમાં તેણે વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે