વીડિયો ડેસ્કઃ નિર્ભયાના ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને શુક્રવારે વહેલી સવારે 530 વાગે તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી છે સાત વર્ષથી નિર્ભયાના પરિવારજનોની સાથે સાથે સમગ્ર દેશ ન્યાયની રાહ જોતો હતો ફાંસી પહેલાં દૈનિક ભાસ્કર નિર્ભયાના હામ મેડૌલા કલાં પહોંચ્યા હતા આ ગામ જિલ્લા મુખ્યાલયથી 45 કિમી દૂર છે સવારે અંદાજે 5 વાગે ભાસ્કર ટીમ નિર્ભયાના ગામ પહોંચી ત્યારે આખા ગામમાં સન્નાટો છવાયેલો હતો એકલ-દોકલ માણસો જ દેખાતા હતા ગામની પાસે જ બે યુવકો મોનુ અને હરિઓમ મળ્યા હરિઓમે આ દિવસ માત્ર નિર્ભયા માટે જ નહીં પરંતુ આખા બલિયા અને દેશ માટે મહત્વનો ગણાવ્યો ફાંસી પછી નિર્ભયાના દાદાએ કહ્યું- આજે દેશમાંથી એક મોટો કોરોના ખતમ થઈ ગયો છે આજે અમે હોળી મનાવીશું આજે સવારથી નિર્ભયાના ગામમાં મીઠાઈ વહેંચવામાં આવે છે