વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોઇ રહેલી જવારાબેન પરમાર નામની 70 વર્ષની વૃદ્ધ મહિલાને ખેંચી ગયો હતો મહિલાએ મગર સામે બાથ ભીડી હતી અને બુમાબુમ કરતા ગામના યુવાનો દોડી ગયા હતા અને મહિલાને મગરના મોઢામાંથી છોડાવી હતી આ રેસ્ક્યૂ ઓપરેશનમાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ભૂતકાળમાં પણ નદી કિનારે કપડા ધોવા ગયેલી ઘણી મહિલાઓને મગરોએ શિકાર બનાવી હતી