ભારત સરકારે પરવાનગી ન આપતા પોલેન્ડમાં રાજકોટના વિદ્યાર્થીઓ ફસાયા, વીડિયો મોકલી મદદ માગી

2020-03-18 17,501

અમદાવાદઃપોલેન્ડમાં રાજકોટના કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમણે વીડિયો મોકલી મદદની માગ કરી છે પોલેન્ડની એપોલો યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી કેવલ વસરાએ ત્યાંથી વીડિયો મોકલ્યો છે જેમાં તે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વડાપ્રધાન મોદી પાસે મદદની માગ કરે છે સાથે સાથે તેમને વહેલી તકે ભારત પરત લાવવામાં આવે તેવી અપીલ કરે છે તેટલું જ નહીં, વિદ્યાર્થીઓએ વીડિયોમાં ભારત સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, પોલેન્ડની ઇન્ડિયન એમ્બસી તેમને ભારત પરત મોકલવા માટે પરવાનગી આપી ચૂક્યું છે પરંતુ ભારત સરકાર તેમને પરવાનગી નથી આપી રહ્યું જેને કારણે તેઓ ભારત પરત આવી શકતા નથી આ મામલે વિદ્યાર્થીઓએ સરકાર પાસે મદદની માગ કરી વહેલી તકે તેમના ઘરે પહોંચાડવામાં આવે તેવું જણાવ્યું છે

Videos similaires