અનિરૂદ્ધસિંહ મકવાણા, ચેતન પુરોહિત, અમદાવાદઃ ગુજરાતભરમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરવા માટે ફિલિપાઇન્સ જાય છે હાલ ફિલિપાઈન્સમાં પણ હજારો ભારતીય લોકો રહે છે, પરંતુ કોરોના વાઈરસના કારણે મનીલામાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને લોક ડાઉનની સ્થિતિ છે રાત્રે તાત્કાલિક ધોરણે ભારત આવતી તમામ ફ્લાઇટનુ બુકીંગ બંધ કરી દેવાયું હતું જેને કારણે આ ગુજરાતી વિદ્યાર્થીઓ મનીલામાં ફસાયા છે તેમના વાલીઓએ DivyaBhaskar સાથેની વાતચીતમાં તેમની હાલત કફોડી હોવાનું અને પૈસા પણ ખૂટી પડે તેમ હોવાથી વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી પરત લાવવા સરકાર સમક્ષ મદદની માંગ કરી છે