વડોદરાઃકોરોના વાઈરસના હાહાકારને પગલે અમરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં વસતા ગુજરાતીઓ ચિંતિત છે ખુબ જ ઝડપથી કોરોના વાઈરસ ફેલાઇ રહ્યો હોવાના કારણે ડર જોવા મળી રહ્યો છે જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીની ગ્વિનેટ કાઉન્ટીમાં રહેતા વડોદરાના દિવ્યકાંત ભટ્ટે Divyabhaskar સાથેની ખાસ જણાવ્યું હતું કે, વોલમાર્ટ સહિતના તમામ મોલમાં સામાન ખલાસ થઇ ગયો છે પાણી, દૂધ, શાકભાજી અને ટિશ્યુ પેપરની અછત સર્જાઇ છે આ તમામ વસ્તુઓ લિમિટમાં જ આપવામાં આવી રહી છે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે જેને કારણે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે