હાલ પાંચ વિધાનસભા બેઠક ખાલી, ગુજરાતમાં બે વર્ષમાં ચોથી પેટાચૂંટણી આવશે

2020-03-16 821

અમદાવાદઃરાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાતા જ રાજ્યમાં રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ હતી ત્યાર બાદ કોંગ્રેસના પ્રવીણ મારૂ, પ્રદ્યુમનસિંહ જાડેજા, મંગળ ગાવિત, જેવીકાકડીયા અને સોમાગાંડા પટેલે ધારાસભ્યપદેથી રાજીનામા આપી દીધા છે આ રાજીનામાને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી લીધા છે જેને પગલે ડાંગ, ગઢડા, અબડાસા, ધારી અને લીંબડી વિધાનસભા બેઠક ખાલી પડી છે આ બેઠકો ખાલી પડી હોવાનું રાજ્ય સરકારે ગેઝેટ પણ બહાર પાડી દીધું છે આમ આ પાંચેય બેઠક પર આગામી 6 મહિનામાં પેટાચૂંટણી યોજાશે આમ રાજ્યમાં બે વર્ષમાં ચોથી પેટાચૂંટણી થશે

Videos similaires